ટાયર ફાટતા 10 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી:ગોંડલ નવા માર્કેટયાર્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો, કબરાઉ મોગલ માતાજીના દર્શને જતા પાંચ મિત્રોનો ચમત્કારી બચાવ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ નવા માર્કેટિંગયાર્ડ પાસે ગત મોડી રાત્રીના બ્રેઝા કારનું ટાયર ફાટતા ગાડી ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલ્ટી મારીને 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કારમાં સવાર ખંભાળિયાના પાંચ મિત્રો સવાર હતા. 4 ને સામાન્ય ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્તો ને સારવાર અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાંચ મિત્રો માંથી 4 મિત્રો ને સામાન્ય ઇજા, ચમત્કારી બચાવ
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના ખંભાળિયા ગામના પાંચ મિત્રો કબરાઉ (કચ્છ) માં માતાજીના દર્શન કરવા જતાં હતાં. તે દરમિયાન ગોંડલ નવા માર્કેટીંગયાર્ડ પાસે બ્રેઝા કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પુલની દીવાલ સાથે અથડાઈને 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કારમાં પાંચ મિત્રો હતા, જેમાંથી જયેશ દેવશીભાઈ નંદાણીયા (ઉ.વ.20), સરમાન ઉકભાઈ પટાટ (ઉ.વ.40), સતિષ ગોવિંદભાઇ કામળિયા (ઉ.વ. 26), જય મહેન્દ્રભાઈ પટાટ (ઉ.વ.18) રહે ખંભાળિયા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ વાળાને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ ને લઇને ગોંડલ શહેર પોલીસ રાત્રીના ઘટના સ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...