રાજકોટ / ગોંડલમાં મોડીરાત્રે બે જૂથ હથિયારો સાથે સામસામે, પોલીસે મામલો થાળે પાડ્યો

Late last night in Gondal, two groups clashed with weapons, police said
X
Late last night in Gondal, two groups clashed with weapons, police said

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

ગોંડલ. મોડીરાત્રે બે જૂથ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જો કે આ ઘટનાની પોલીસને વહેલાસર જાણ થઈ જતાં જયાં ટોળાં એકઠા થયા હતા ત્યાં પહોંચી જઈને પરિસ્થિતિ થાળે પાડી હતી. કેટલાક લોકો ગૌવંશ ભરેલું વાહન ખાટકીવાડમાં લઈ જતાં હોવાની માહિતીના આધારે ગૌભક્તો ખાટકીવાસમાં પહોંચી ગયા હતા. આથી માથાકૂટ શરુ થઈ હતી. થોડીવારમાં 500થી વધુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પાંજરાપોળથી એસઆરપી કેમ્પ સુધીમાં લોકો હાથમાં હથિયારો લઈને એકબીજાને ભરી પીવા ઉતરી પડ્યા હતા. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ તાકીદે ગોંડલ પહોંચ્યા હતા. તેઓએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે ગૌવંશ ભરેલા વાહનને ખાટકીવાડમાં લઈ જવાયું કેમ ? તે મુદે્ માથાકૂટ શરુ થઈ છે. જો કે સમજાવટના અંતે પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સોમવારે ઈદ છે અને ખાટકીવાડ  આસપાસના વિસ્તારમાં તંગદીલી વધી જતાં ગોંડલ ઉપરાંત આસપાસના શહેરમાંથી પણ પોલીસ બોલાવી લેવામાં આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાત્રિના 12-45 કલાકે પોલીસે ટોળાં વિખેરીને પાંજરાપોળ તેમજ ખાટકીવાડમાં પેટ્રોલિંગ વધારી દીધુ હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી