રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામે ગોમટા જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, કારોબારી ચેરમેન, સભ્યો, કર્મચારીગણ, સભાસદો તેમજ ગ્રામજનો દ્વારા આવતીકાલે બપોર બાદ સ્વ. મોહન પુંજા વાછાણીની પ્રતિમા મુકવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ સહકારી ક્ષેત્રના અગ્રણી, પોરબંદર સાંસદ, ગોંડલ અને જેતપુરના ધારાસભ્યના હસ્તે કરવામાં આવશે અને રક્તદાન કેમ્પ અને સાંજે શ્રીનાથજી સત્સંગ યોજવામાં આવ્યો છે.
ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આવતીકાલે એટલે કે શનિવારના રોજ ગોમટા સહકાર ભવન ચોક ખાતે પ્રતિમા અનાવરણ, રક્તદાન કેમ્પ, મહેમાનોનું સ્વાગત, અને શ્રીનાથજી સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર સાંસદ રમેશ ધડુક, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુર ધારાસભ્ય અને સહકારી અગ્રણી જયેશ રાદડિયા, ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધિશો અને બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને આસપાસના ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.