રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગોંડલમાં અક્ષરમંદિર અને કાગવડ માઁ ખોડલધામ મંદિર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને મંદિરમાં ફીરકી અને પતંગોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. જે ભક્તજનો મન મોહી લીધા હતા.
સ્વામીનારયણ ભગવાનને પતંગ અને ફીરકીનો શણગાર
ઉત્તરાયણના તહેવારને લઇને ધાર્મિક સ્થળોને પતંગથી અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ગોંડલ અક્ષર મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને અવનવા વસ્ત્રો સાથે નાની મોટી પતંગ અને ફીરકીનો શણગાર કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર ખાતે પતંગોમાં સુવિચાર પણ લખવામાં આવ્યા છે. મકરસંક્રાંતિના દિવસે અક્ષરમંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
માતાજીને સફેદ અને કાળા તલનો હાર પહેરાવવામાં આવ્યો
વાર તહેવારને લઈને ધાર્મિક સ્થળો પર અવનવા શણગાર કરવામાં આવે છે. ત્યારે કાગવડમાં ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર માતાજીની મૂર્તિની આસપાસ નાની મોટી પતંગો, લાલ અને પીળા ફૂલથી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીને સફેદ અને કાળા તલનો હાર ખોડલધામની મહિલા સમિતિ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આજે માતાજીને હાર પહેરાવવામાં આવ્યો હતો. જે ભક્તજનોના મન મોહી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.