કમો આવ્યો ગોંડલમાં:તાજેતરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થયેલા કમાએ ગોંડલના ગાંઠીયા અને ખમણનો ટેસ્ટ માણ્યો; કમા સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી

ગોંડલ20 દિવસ પહેલા

આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થયું છે, ત્યારે સેલિબ્રિટીને પણ પાછા રાખી દેતો કમો ગોંડલ આવી પોંહચ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો કમા સાથે સેલ્ફી અને ફોટા પડાવવા માટેઆવી પહોંચ્યા હતા. કમો ગોંડલમાં મારવાડી મિલના રાજા ગણેશ ઉત્સવના મહોત્સવમાં શ્રીજીના દર્શન કરવા આવી પહોંચ્યો હતો. ગ્રુપ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારે કમાએ ગોંડલના પ્રખ્યાત ગાંઠીયા અને ખમણનો ટેસ્ટ પણ માણ્યો હતો. ગોંડલ ખાતે ગાંઠિયા, ચિપ્સ, થેપલા, દહીંની મોજ માણી હતી. ત્યારબાદ કમો કમઢિયા પાસે આવેલ મામદેવના મંદિરે દર્શન કર્યા હતા.

કોઠારિયાનો કમો અત્યારે મોટા સેલિબ્રિટીથી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે. હાલમાં જ ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ત્યારે કમાએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌ લોકો સાથે સંવાદ સાધ્યો હતો. નોંધનીય છે કે કમાભાઈને જ્યાં બોલાવે ત્યાં જે રકમ આપે એ કોઠારીયા ગામની ગૌ શાળામાં આપી દે છે.

કોણ છે આ ફેમશ કમો?
રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે. કોઠારિયાના કમાનું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કોઠારીયા ગામમાં આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં વધારે સમય પસાર કરે છે.
આ કમો આમ તો નાનપણથી જ રામા મંડળમાં ખુબ જ રસ ધરાવતો.

કીર્તિદાને કમાને વધુ ફેમશ કર્યો
થોડા મહિના અગાઉ કમાના ગામ કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજા બાપાની તિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી ગીત ગાય રહ્યા હતા અને કમો ડાન્સ કરવા લાગ્યો હતો. તો કીર્તિદાને તેમનું સ્વાગત કર્યું હતું. કમાથી પ્રેરાઈને કીર્તિદાને તેને 2000 રૂપિયા આપ્યા હતા અને કમાનું નામ પણ લલકાર્યું હતું. ત્યારથી કમાની લોકપ્રિયતા ખુબ જ વધી ગઇ. સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. અનેક ડાયરાઓમાં કલાકાર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો પણ તેને ખુબ પ્રેમ આપે છે.

અન્ય સમાચારો પણ છે...