ખોડલધામમાં માનવ મહેરામણ:બેસતા વર્ષના દિવસે કાગવડ ખોડલ માતાજીનું વિશેષ શણગાર કરવામાં આવ્યું, 1 લાખ ભક્તોએ દર્શન કર્યા

ગોંડલએક મહિનો પહેલા

મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું બની ગયું છે. ત્યારે બેસતા વર્ષના દિવસે એક લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આજના દિવસે અલગ અલગ જિલ્લાઓમાંથી વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 350 થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવી રહ્યા છે. મંદિર પરિસરમાં આવતા ભક્તો માટે ટ્રસ્ટ તરફથી ચા ની પ્રસાદી આપવામાં આવે છે. સ્વયંસેવકોની સાથે સાથે પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવે છે.

બેસતા વર્ષના દિવસે માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં માતાજીની મૂર્તિ નીચે ફૂલથી "નૂતન વર્ષાઅભિનંદન" લખી શણગાર કરવામાં આવ્યો હતો. પાર્કિંગથી લઈને માતાજીના મંદિર સુધી તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહે છે.

અન્ય સમાચારો પણ છે...