જેતપુરના એક શખ્સને શોખને ખાતર પિસ્તોલ રાખવી ભારે પડી હતી. ગોંડલ પાસેથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના સ્ટાફે તેની પિસ્તોલ સાથે ધરપકડ કરી પુછપરછ કરતા તેના એક કૌટુંબીક સગાએ પિસ્ટલ આપ્યાની કબુલાત આપતા રિમાંડ ઉપર લઇ વધુ તપાસ શરુ કરી છે.
રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પી.આઈ એસ.એમ જાડેજા સહિતનો સ્ટાફ ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમ્યાન બાતમીના આધારે જેતપુર જાગ્રુતિનગર અંકુર સ્કુલ પાસે રહેતા સાહીલ સલીમભાઇ પઠાણને ગોંડલ ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ પાસે જેતપુર તરફ જતા સર્વીસ રોડ ઉપરથી દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી લીધો હતો, રાજકોટ રેન્જના આઈજી સંદિપસિહ,જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ. જીના પી.આઈ એસ.એમ જાડેજા,પીએસઆઈ એચ. એમ. રાણા, જયવિરસિહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલે કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.