કેબિનેટના શહેરમાં અંધારપટ છવાયો:જસદણ PGVCLએ નગરપાલિકાના અલગ અલગ ત્રણ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કટ કર્યા; મુખ્ય માર્ગો અંધારપટમાં છવાયા

ગોંડલ23 દિવસ પહેલા

જસદણ નગરપાલિકાના વોટરવર્કસ શાખા અને સ્ટ્રીટ લાઇટના 11 મહિનાથી બાકી કુલ રૂ. 5 કરોડથી વધુના વીજબીલ મામલે જસદણ PGVCLએ પાલિકાને લેખીત નોટિસ ફટકારી હતી. જેમાં 24 કલાકમાં બાકી વીજ બીલ ભરવામાં નહીં આવે તો પાલિકાના કનેક્શનો કાપી નાંખવાની પણ ચીમકી આપી હતી. ત્યારે આજે PGVCL એ નગરપાલિકાના અલગ અલગ ત્રણ સ્ટ્રીટ લાઈટના કનેશન કટ કરી નાખ્યા હતા અને શહેરમાં મુખ્ય માર્ગો અંધારપટમાં છવાયા હતા.

35 લાખથી વધુનું વિજ બિલ ભરવાનું બાકી
કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના શહેરમાં ચિતલીયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના સ્ટ્રીટ લાઈટનું વિજ કનેક્શન કટ કરતા અંધારપટ છવાયો હતો. નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું 35,84,509 લાખનું વિજ બિલ ભરવાનું બાકી હતું. એ વીજ બિલ ન ભરતા આજે PGVCL દ્વારા સ્ટ્રિટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.

સ્ટ્રીટ લાઇટોના કનેક્શનો કાપી નાખવામાં આવશે
જસદણ શહેરમાં કુલ 7 વોર્ડ આવેલા છે. જેમાં અંદાજે 70 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. સાત વોર્ડમાં નિયમિત પાણી વિતરણ માટે પાલિકા દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યાંથી દરેક વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે. પાલિકાના વોટરવર્કસ શાખાનું છેલ્લા થોડા સમયથી બાકી ખેંચાતું આવતું બીલ હાલ રૂ.5 કરોડ વધારે થઇ ગયું છે. તેમજ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટ લાઇટોનું બાકી બીલ રૂ.35.84,509 જેટલી રકમને પહોંચી ગયું છે. ત્યારે આટલી મોટી રકમ લાંબો સમય થવા છતાં ભરવામાં ન આવતા જસદણ PGVCLની વિભાગીય કચેરી બંને બાકી બીલની રકમ ભરવા અંગે પાલિકાતંત્રને નોટીસ પાઠવી હતી. જેમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા 24 કલાકમાં બાકી વીજબીલની ભરપાઇ કરવામાં નહીં આવે તો PGVCL દ્વારા વોટરવર્કસ શાખા તેમજ સ્ટ્રીટ લાઇટોના કનેક્શનો કાપી નાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...