મેઘમહેર:ધીમી ધારે મનભાવન વરસ્યો વરસાદ બહુ મોજથી વરસ્યો

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસાવડી નદીમાં પૂર - Divya Bhaskar
વાસાવડી નદીમાં પૂર
  • રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના શહેરોમાં 0.5 થી 4 ઇંચ સુધી પાણી પડતાં નદી, ચેકડેમ છલકાયા, ઉપલેટાનો વેણુ-2 ડેમ થયો ઓવરફ્લો

ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાંથી પસાર થતી વાસાવડી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે પુર આવ્યા હતા અને ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પરના બેઠા પુલ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ થઇ ગયો હતો. ઉપરાંત મેતાખંભાળિયા પાસે ચાલતી પુલની કામગીરીને લીધે કઢાયેલા ડાઇવર્ઝન પર નદીના પાણી ફરી વળતા ગોંડલ, દેરડી કુંભાજી, મોટી કુકાવાવ જતો માર્ગ બંધ થઇ ગયો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. 

ઉપલેટા વેણુ ડેમ
ઉપલેટા વેણુ ડેમ

ઉપલેટા શહેરને પાણી પુરુ પાડતો વેણુ-2 ડેમ બે દિવસના ભારે વરસાદને પરિણામે ઓવરફ્લો થયો હતો અને 5 પાટીયા ખોલાતાં હેઠવાસના વિસ્તારોને એલર્ટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...