આજકાલ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઘણા ઇસમો ઝડપાય છે. પોલીસ પણ આવા લોકોને ઝડપી લઈ અટકાયત કરે છે. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગોંડલ બિલિયાળા ગામના બસ સ્ટેન્ડ પાસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો છે.
પોલીસે ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
રાજકોટ રૂરલ એલસીબીએ બીલીયાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રવિ દિલીપ પાણખણીયા ઉ.વ. 27 રહે. ન્યુ વિશ્વનગર, શેરી નં. 150 ફુટ રોડ, રાજકોટ વાળાને લાઇસન્સ વગરની એક દેશી બનાવટની પિસ્તોલ કિ. રૂ. 10 હજાર તથા બે કાર્ટીસ કિં. રૂ. 200 મળી કુલ રૂ. 10 હજાર 200નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, ડી.જી. બડવા, એ.એસ.આઇ. મહેશ જાની, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ રાણા, અનીલ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા, રૂપક બોહરા, રવિ બારડ, પ્રહલાદસિંહ રાઠોડ, રસીક જમોડ, ધનશ્યામસિંહ જાડેજા સહિતનાંઓ આ ઇસમને પકડી પાડવામાં સફળ રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.