ગેરકાયદેસર ભંગાર સાથે બે ઝબ્બે:ગોંડલ પાસેથી આઈસરમાંથી GEBમાં વપરાતી લોખંડની એંગલો-સ્પ્રિંગો ઝડપાઈ; કુલ રૂ. 6.83 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલમાં રાજકોટ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે જેતપુરથી ગોંડલ તરફ આવતું આઇસર રોકી ચેક કરતાં ગેરકાયદેસર જી.ઇ.બીમાં વપરાતી લોખંડની એંગલો તથા સ્પ્રિંગો લઈ જતા આઇસર ડ્રાઈવર સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.

કુલ રૂ. 6 લાખ 83 હજાર 750નો મુદ્દામાલ ઝબ્બે
રાજકોટ રૂરલ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ PI કે.બી. જાડેજા, PSI બી.સી. મિયાત્રા અને SOG સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન એક આઇસરમાં બિલ વગરની લોખંડની એંગલો અને સ્પ્રિંગો સાથે કિશન જીવરાજભાઈ દેત્રોજા અને લાલજી બટુકભાઈ રાઠોડ એમ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

બંન્ને ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
બે ઈસમો પાસે ભંગારનો કોઇ આધાર પુરાવો ન હોવાથી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર લોખંડની એંગલો અને સ્પ્રિંગો સાથે આઇસર મળી કુલ રૂ. 6 લાખ 83 હજાર 750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંન્ને ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...