રાજકોટ:ગોંડલમાં કતલખાના બંધ કરવા, ગૌરક્ષકની રક્ષાનો કાયદો ઘડવા રજૂઆત

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંદુ ઉત્સવ સમિતિ,  રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ, ગૌ મંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, કિશોર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ, ગૌમાતા ગ્રુપ, યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ,ગૌસેવા પાંજરાપોળ ટ્રસ્ટ શિવરાજગઢ, ગોંડલ કડિયા કુંભાર સમસ્ત જ્ઞાતિ, રામેશ્વર ધૂન મંડળ,  વૈષ્ણવ સાધુ સમાજ બાવા વૈરાગી, બક્ષીપંચ સમાજ સંગઠન,  સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, ગોંડલ નગરપાલિકા દંડક ચંદુભાઇ ડાભી, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત હિન્દુ વાઘરી દેવીપુજક સમાજ,  ગોંડલ પાંજરાપોળ, પાંજરાપોળ ગોંડલ  સહિત વિવિધ સંસ્થા, જ્ઞાતિના મંડળો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ છે કે ઘણા સમય થી ગૌવંશ ચોરી કરી વાહનોમાં હેરાફેરી કરી કતલખાને પહોંચાડવામાં આવે છે,  અને માંસ-મટન,ઇંડાનું વેચાણ થાય છે. તાત્કાલિક ગોવંશ હત્યા, ગૌવંશ ચોરી કરી વાહનોમાં થતી હેરફેર અટકાવવા માંગ કરી હતી.અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરાશે તેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...