માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૦૧૨ના નવા S.O.R (સિસ્ટમ ઓફ રેકોર્ડ)અમલી કરાવવામાં આવતા રાજકોટ જિલ્લામાં ૧૫ માં નાણાપંચની જોગવાઈ મુજબ મંજૂર કરવામાં આવેલા તમામ કામ નવા S.O.R મુજબ અંદાજપત્રકો બનાવી કામ કરવાની મંજૂરી આપવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદિપસિંહ જાડેજાએ પંચાયત મંત્રી, અધિક મુખ્ય સચિવ અને વિકાસ કમિશ્નરને રજૂઆત કરી છે.
પંચાયત વિભાગ દ્વારા સને. 2020/21, સને. 2021/22ના વર્ષના કામો એક-દોઢ વર્ષ મોડી મંજૂરી આપવામાં આવી છે. જૂના S.O.R મુજબ કામ કરવા ગ્રામપંચાયતોને પરવડી શકે તેમ નથી, તેમ છતાં કામ પુરા કરવા રાજકોટ ડી.ડી.ઓ ટી.ડી.ઓ ઉપર દબાણ કરે છે અને ટી.ડી.ઓ. સરપંચો ઉપર જૂના ભાવના કામ કરવા માટે દબાણ કરે છે તેના બદલે નવા એસ.ઓ.આર મુજબ અંદાજો બનાવી ગ્રામ પંચાયતોને કામ કરવામાં આર્થિક નુકશાન ન થાય તે માટેના કોઈ અસરકારક પગલા ભરવામાંઆવતા નથી.
ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચના કામો જૂના S.O.R જુના એસ.ઓ.આર મુજબ કામો કરવાનો સખત વિરોધ કરી નવા S.O.R મંજૂર કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. વિકાસ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ પત્રમાં માત્ર વર્કઓર્ડર આપવામાં આવેલ નથી તેવા જ કામોના રીવાઈઝ અંદાજપત્રક બનાવવા જણાવવામાં આવ્યું છે, નાણાપંચના વર્કઓર્ડર આપેલા અને જીઓ ટેગીંગ થયા બાદ શરૂ ન થયેલા કામોની રકમમાં ફેરફાર કર્યા વગર સી.સી.રોડ, પેવરબ્લોક, ભુગર્ભ ગટર, પાઈપલાઈન સહિતના કામમાં માપ સાઈઝમાં થોડો ઘટાડો કરવાથી મૂળ ૨કમમાં જ કામ થઈ શકે તેમ છે.
જેથી આવા કામના રીવાઈઝ અંદાજપત્રક બનાવવા જરૂરી કાર્યવાહી કરવા અને જે કામના અંદાજો બન્યા છે અને વહીવટી મંજૂરી આપવાની બાકી છે તેવા તમામ કામોના નવા એસ.ઓ.આર મુજબ અંદાજો બનાવવામાં આવે તો કામો ગુણવતા વાળા અને ઝપથી થઈ શકે તેમ છે તેમ અંતમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.