તંત્ર નિંભર:ગોંડલ હાઇવે પર રિબડાથી ગોમટા ચોકડી સુધીના 34 કિમી અંતરમાં અગણિત ખાડા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઊબડ ખાબડ રોડ અને ખાડાઓના કારણે અનેક વખત વાહન અકસ્માત સર્જાય છે. - Divya Bhaskar
ઊબડ ખાબડ રોડ અને ખાડાઓના કારણે અનેક વખત વાહન અકસ્માત સર્જાય છે.
  • ખરાબ રોડના કારણે થતા અકસ્માતમાં અનેક માનવ જિંદગી હોમાઈ ચૂકી છતાં તંત્ર નિંભર

ગોંડલ નજીકના 34 કિમીના નેશનલ હાઇવેનું નામ 27 બી નેશનલ હાઇવે છે, પરંતુ અનેક ખાડા ખબડાઓના કારણે છાશવારે અકસ્માત સર્જાયા કરતા હોય માનવ જિંદગીના ભોગ લેવાતા હોય તેમ છતાં હાઇવે ઓથોરિટી ના પેટનું પાણી પણ હલતું ન હોય વાહન ચાલકો અન્ય લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે. તેમજ આ અંગે તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા માટે માંગ ઉઠી છે. જેથી અકસ્માતો થતા અટકે અને અમુલ્ય માનવ જીંદગીનો ભોગ ન લેવાઇ.

ચોમાસા બાદ ધોવાઈ ગયેલા હાઇવે ને રીપેરીંગ કરી નાખવામાં આવ્યો હોવાની ગુલબાંગો રાજ્ય સરકાર અને હાઇવે ઓથોરિટી દ્વારા ફેલવામાં આવી રહી હોય તે ગુલબાંગ ગોંડલ નજીકના આશરે 34 કિમી ના હાઇવે ઉપર તદ્દન ખોટી પડી રહી છે.

ચોરડીથી ગોમટા ચોકડી સુધીમાં અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે બાકીનો રોડ મગર ની પીઠ ને પણ સારો કહેવડાવે તેવો છે ઓવરબ્રિજ ઉપર વાહન લઈને પસાર થાયતો વાહન ચાલકોને બાળકોની ટોરાટોરા કે ડ્રેગન રાઈડ જેવો ભાસ થાય છે. ઉબડ ખાબડ રોડ અને ખાડાઓના કારણે અનેક વખત વાહન અકસ્માત સર્જાતા હોય માનવ જીંદગીઓનો ભોગ લેવાયો છે. તંત્ર અને હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...