ગોંડલ વાસીઓની સુવિધામાં વધારો:નગરપાલિકા દ્વારા 7 કરોડ 87 લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તેમજ ડીઝીટલ સ્માર્ટ ટાવરનું ખાતમુહૂર્ત કરાયું

ગોંડલએક મહિનો પહેલા

ગોંડલ નગરપાલિકા દ્વારા આશાપુરા સમ્પ તેમજ બાલાશ્રમ સમ્પ ખાતે 2 કરોડ 87 લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનું યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના નેજા હેઠળ પૃથ્વીસિંહ જાડેજા, હર્ષદ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નં 1 અને 2માં આવતી તમામ સોસાયટીના લોકોને ચોખ્ખુ ફિલ્ટર વાળું પીવાનું પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

5 લાખના ખર્ચે હાઈમસ્ટ ટાવર ઉભો કરવામાં આવ્યો
ગોંડલ નગરપાલિકા દ્વારા કોલેજચોકમાં આવેલા મહારાજા સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે 5 લાખના ખર્ચે હાઈમસ્ટ સ્માર્ટ ટાવરનું ખાતમુહૂર્ત યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના નેજા હેઠળ બાગબગીચા કમિટીના ચેરમેન રમેશભાઈ સૌંદરવા તેમજ મનુભાઈ કોટડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટાવર પર CCTV, LED, લાઇટિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે
સ્માર્ટ ટાવરના ટોચ પર સોલાર અને પવનચક્કી ફિટ કરવામાં આવશે. જેનાથી વાઈફાઈ, સ્પીકર, ચારે બાજુ LED લાઈટિંગ, ફરતો CCTV કેમેરો સહિતની સુવિધા આપવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન દ્વારા જણાવાયું હતું કે, હાલ પૂરતું એક ટાવર ટેસ્ટિંગ પૂરતો મુકવામાં આવશે. તેમજ આગામી દિવસો સમગ્ર ગોંડલમાં આ સ્માર્ટ મુકવામાં આવશે જેથી ગોંડલ વાસીઓને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે.

નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવિણ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, વીજળી શાખાના ચેરમેન નિલેશ કાપડીયા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુ ડાભી, કૌશિક પડાળીયા, હર્ષદ વાઘેલા, મનીષ રૈયાણી, રફીક કઈડા, રાજુ ચૌહાણ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...