તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનું આક્રમક વલણ:રોંગ સાઇડમાં ધસમસતા આવતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ

ગોંડલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર પોલીસે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી બતાવ્યું આક્રમક વલણ

ગોંડલ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર એકાંતર અકસ્માતોની ઘટના વધી રહી હોય તાલુકા પોલીસે હાઇવે પર રોંગ સાઇડમાં દોડતા વાહનો વિરુદ્ધ આક્રમક બની કાયદાનો દંડો ઉગામતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગોંડલ પાસે ભરૂડી પાસે,ઉમવાડા ચોકડી પાસે , જામવાડી વગેરે જગ્યાઓ પર વારંવાર અકસ્માતો થાય છે અને કિમંતી માનવ જિંદગી જોખમમાં મૂકાઇ જતી હોય છે ત્યારે અહીં પણ પોલીસે રોંગ સાઇડ ધસમસતા આવતા વાહનો પર લગામ મૂકવાની, કાયદાનો દંડ ઉગામવાની શરૂઆત કરવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં વારંવાર માનવ જિંદગી હોમાઇ રહી હોય ખાસ કરીને અકસ્માત રોંગ સાઈડમાંથી દોડતા વાહનોના કારણે થતા હોય ભરૂડી ચોકડી પાસે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ દિપેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ પેટ્રોલિંગ ગોઠવી રોંગ સાઈડમાં પૂરપાટ દોડી આવતા GJ03SS0645 ટ્રેક્ટરના ચાલુ કરાવી જેન્તીભાઈ સરવૈયા રહે. ગામ ખોખરી તાલુકો કોટડા સાંગાણી, ટ્રક GJ03AT4457 ના ચાલક મહેશ મેપાભાઈ ખાંડેકા રહે. કાલાવડ વાળાઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 279 તથા એમ.વી એકટ કલમ 184 177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ નજીક નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય માર્કેટિંગ યાર્ડ ચોકડી, જામવાળી ચોકડી, ચોરડી ગામના વળાંક અને ઉમવાડા ચોકડી સહિતના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો