માર્કેટયાર્ડ ફરી ધમધમ્યું:આજે લાભપાંચમથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસોની આવક શરૂ; મગફળીના મણ દીઠ 1 હજારથી 1381 સુધી ભાવ બોલાયા

ગોંડલએક મહિનો પહેલા

ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજા બાદ લાભ પાંચમના દિવસે વિવિધ જણસી મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ, ચણા, અડદ સહિતની જણસીની આવક જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સારા ભાવ મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવી પહોંચે છે.

યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક જોવા મળી હતી. મગફળીની હરાજીમાં 20 કિલોના ભાવ 1 હજારથી 1381 સુધીના બોલાયા હતા. કપાસની 20 હજાર ભારીની આવક સાથે 20 કિલોની હરાજીમાં 1200થી 1681 સુધીના ભાવ જોવા મળ્યા હતા. લસણના 20 હજાર કટ્ટા અને ડુંગળીના 10 હજાર કટ્ટા જોવા મળ્યા હતા. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 150થી 475 સુધીના બોલાયા હતા. તમામ જણસીની ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવક જોવા મળી હતી. દિવાળીની રજા બાદ આજથી યાર્ડ ધમધમતું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...