બમ્પર આવક:ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં 90 હજાર ગુણી મગફળીની આવક, ખેડૂતોને 800થી 1031 રૂપિયા ભાવ મળી રહ્યો છે

ગોંડલએક વર્ષ પહેલા
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક - Divya Bhaskar
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક
  • માર્કેટ યાર્ડમાં રોજીંદી 40 હજાર ગુણી કરતા વધુ મગફળીની આવક

ગોંડલ માર્કેટ યાર્ડ મગફળીની આવકથી છલોછલ થઇ ગયું છે. માર્કેટ યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં 90 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને હાલ 800થી 1031 રૂપિયા મગફળીનો ભાવ મળી રહ્યો છે. ગોંડલ યાર્ડમાં દરરોજ 40 હજાર ગુણી કરતા વધુ મગફળીની આવક થઈ રહી છે.

આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવા મળે તેવી શક્યતા
ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીનો ભાવ 800થી 1031 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં કુલ 90 હજાર ગુણી મગફળીની આવક સામે 30 હજાર ગુણી મગફળીનું વેચાણ થયું હતું. આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે

ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે
રાજ્ય સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. તો 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.