રાજકોટ:આકરા તાપમાં લોકો અને પશુની પ્યાસ બુઝાવવા યુવાનોએ જાતે પાઇપલાઇન ફિટ કરી

ગોંડલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત બે દિવસ 20 યુવાને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી - Divya Bhaskar
સતત બે દિવસ 20 યુવાને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી
  • ગોંડલ તાલુકાના બાંદરા ગામે છ માસથી અવેડામાં પાણી ભરવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતુ

કાળઝાળ ગરમીના દિવસોમાં નદી, નાળાના તળિયા દેખાવાની સાથે બોરના પાણી ઊંડા ઉતરતા જનજીવન સાથે પશુધનની હાલત પણ કફોડી થઈ રહી છે.  ગોંડલ તાલુકાના બાંદરા ગામે છેલ્લા છ મહિનાથી સરપંચ પશુઓ માટેના અવેડામાં પાણી ભરવાનું બંધ કરવાની સાથે છેલ્લા બે મહિનાથી ગામ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં ઉણા ઉતર્યા હોય, ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો, ત્યારે ગામના જાગૃત યુવાનો કલ્પેશ ચનિયારા, સાગર વકાતર અને રાહુલ ઘોણીયા આવા સંકટ સમયે માતૃભુમિ અને પશુધન રૂણ ચુકવવા આગળ આવ્યા હતા ગામના સામાજીક આગેવાન વિનુભાઈ ઘોણિયાની માલિકીની પીવાના પાણીની પાઇપલાઇન અને મશીનરીનો ઉપયોગ કરીને  સતત બે દિવસ, 20 યુવાનોએ દિવસ રાત મહેનત કરી ગામલોકોને અને પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી હતી. આ કાર્યમાં ગામના અન્ય યુવાનો હર્ષદ પાડલીયા, હરેશ ઘોણીયા, રસિક અકબરી, રવજી વકાતર, મહેશ ઘોણિયા, ગોપાલ કોઠિયા, રસિકભાઈ ઉંજીયા, ગીરધરભાઈ જેસાણી, રમેશ વકાતર અને ખેંગાર વકાતરે મહેનત કરી સ્વખર્ચે ગામને પાણી પુરુ પાડીને યુવાધન ધારે તો શું ન કરી શકે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...