મહિલાઓ રજૂઆત કરવા પહોંચી:ગોંડલની નદીમાં ગાંડી વેલનું સામ્રાજય મચ્છરોનું ઉપદ્ભવ સ્થાન બન્યું; પ્રમુખની ખુરશી ખાલી જોવા મળી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતી ગોંડલી નદીની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી, નદીમાં ગટરના ગંદા પાણી ઠલવાતા હોવાથી પરિણામે મચ્છર ઉપદ્રવ કેન્દ્ર બનવા સાથે ગાંડી વેલે નદીને બાનમાં લઈ લેતા ઘરે ઘરે માંદગી પ્રસરી ગઈ છે. આ પરિસ્થિતિથી બેહાલ બનેલી પંચનાથ વિસ્તારની મહિલાઓનું ટોળું પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયું હતું.

મહિલાઓએ નદીની સફાઈ કરવાની માગ કરી
નગરપાલિકા પ્રમુખ કે ગેરકાયદેસર સંચાલન કરતા તેમના પ્રતિનિધિની ખુરશી ખાલી પડી હતી અને બંનેએ મોબાઈલ ફોન પણ ઉપાડ્યા ન હતા. તે દરમ્યાન પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજાને રજૂઆત કરી મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. કહ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, પરંતુ ગંદા પાણીનો યોગ્ય નિકાલો થતો નથી અને ઘણું ખરું ગંદુ પાણી નદીમાં જ ઠાલવવામાં આવી રહ્યું છે. પરિણામે વ્યાપક પ્રમાણમાં માંદગી ફેલાય છે. આ ઉપરાંત સ્વાન, ગૌવંશ પણ વધી ગયા છે તો તાકીદે પગલાં લેવા જણાવ્યું હતું.

નગરપાલિકા પ્રમુખ રાજકોટ પ્રાદેશિક કચેરી ખાતે મિટિંગમાં ગયા હતા
ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફીસર, પ્રમુખ, કારોબારી ચેરમેન અને બાંધકામ શાખાના ચેરમેન સહિતના મિટિંગમાં હતા. પ્રમુખના પ્રતિનિધિએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે રાજકોટ પ્રાદેશિક કચેરી ખાતે મિટિંગમાં હતા અને મિટિંગ દરમિયાન પાંચ જેટલા ફોન આવ્યા હતા. તમામ લોકોને ફોન પર વાતચીત કરીને જવાબ આપવામાં આવ્યા છે. પાણીના પ્રશ્નને લઈને ફોન આવ્યા હતા એ તમામ લોકોને જવાબ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...