તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં બાઈક ચોરી કરનાર બે શખ્સ ગોંડલમાંથી પકડાયા

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ SOGએ પોકેટકોપની મદદથી આરોપીના સગડ મેળવ્યા

રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી બે વર્ષ પૂર્વે બાઇકની ચોરી કરનાર બે શખ્સને ગોંડલમાંથી રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધા હતા.રૂરલ એસઓજીની ટીમ ગોંડલ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુંદાળા ચોકડી પાસે શંકાસ્પદ બાઇક સાથે નીકળેલા એજાજહુશેન ઇસ્માઇલભાઇ અબ્બાસી (રહે.ગોંડલ) તથા ચિરાગ દિનેશભાઇ સાકરીયા (રહે.ધોરાજી)ને અટકાવી પૂછપરછ કરતા બાઇકના આધાર પુરાવા ન આપતા પોકેટકોપની મદદથી તપાસ કરતા આ બંનેએ બાઈક રાજકોટ આજીડેમ વિસ્તારમાંથી ચોરી કર્યાનું ખુલ્યુ હતુ. આ અંગે રાજકોટ પોલીસને જાણ કરી હતી.

કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, હિતેશભાઈ અગ્રાવત, ધર્મેન્દ્રભાઈ ચાવડા, અતુલભાઈ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

3 જિલ્લામાંથી ચોરી કરનારા બે શખ્સ ગુંદાળાથી ઝબ્બે
ગોંડલના ગુંદાળા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં બાઈક અને ફોન ચોરીની ઘટનાને અંજામ આપનાર બે શખ્સને ઝડપી લઈ રૂ.2,51,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુંદાળા ગામે રહેતા ઘનશ્યામ સવજીભાઈ દુધાત (ઉં.વ.26) તેમજ રમેશ કાંતિભાઈ ડાંગરીચિયા (ઉ.વ. 21) (રહે. ધ્રોલ)ને એલસીબીના મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ રૂપક બોહરા સહિતનાઓએ દરોડા પાડી ઝડપી લીધા હતા. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લામાંથી ચોરી કરેલા 12 બાઈક, 5 ફોન મળી કુલ રૂ.251000નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...