સામાન્ય આગ હજુ યથાવત:ગોંડલના વાળાધરી ગામે ફોરેસ્ટના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગી, 2 લાખ કિલો ઘાસ બળીને ખાખ

ગોંડલ21 દિવસ પહેલા

ગોંડલ પાસે આવેલ વાળાધરી ગામે ગંજીવાડા ડેપો ખાતે આવેલ ફોરેસ્ટના ગોડાઉન પર વીજળી પડતા ઘાસના ડેપોમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શનિવાર સાંજે 7.00 વાગ્યેથી રવિવાર બપોરના 2 વાગ્યા સુધી ગોંડલ અને રાજકોટના ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો સતત ચાલુ રહ્યો હતો. છતાં પણ આગ હજુ પણ યથાવત જોવા મળી રહીં છે.

સામાન્ય આગ હજુ યથાવત
ફોરેસ્ટ અધિકારી RFO દીપકસિંહ જાડેજાએ વધુમાં દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અછત (દુષ્કાળ) સમયે માલધારી અને ખેડૂતો અછત સમયે માંગણી કરે તો સરકાર તરફથી ગૌચારા માટે માલધારી અને ખેડૂતોને આ ઘાસ આપવામાં આવે છે. આ ઘાસ ગોંડલ આસપાસમાં આવેલ ફોરેસ્ટની વિડીમાંથી એકઠું કરવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં આશરે 2 લાખ કિલો જેવું ઘાસ પડ્યું હતું જે આશરે રૂપિયા 18.51000ની કિંમતનું ઘાસ બળીને ખાખ થવા પામ્યું છે. હાલ પણ સામાન્ય આગ હજુ યથાવત છે.

ઘટના સ્થળે પોલીસને સ્ટેન્ડ બાય રખાઈ
આગ લાગવાની જાણ થતાંજ ફોરેસ્ટના RFO દીપકસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આગને લઈને વધુ કોઈ બનાવ ન બને તેને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...