કાર્યવાહી:ગોંડલમાં ચોરાઉ વાયરમાંથી કોપર કાઢી વેચવા આવનાર બે પકડાયા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર સહિત 1.59 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગોંડલના રોમાં ટોકીઝ પાછળ ભંગારના ડેલામાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સ ચોરાઉ વાયર માંથી કાઢેલ કોપર વેચવા માટે આવેલા હોય પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. ગોંડલ પોલીસે બાતમીના આધારે જામવાડી ગામે રહેતા જહાંગીર અબ્રાહમ ભાઈ રાઉકેડા તેમજ અજયસિંહ ભીખુભા સોઢા કાર લઇ ચોરીના વાયરમાંથી કોપર કાઢી રોમાં ટોકીઝના પાછળ ભંગારના ડેલામાં વેચવા આવ્યા હોય પોલીસે બંનેને ઝડપી લઇ કાર સહિત કુલ મુદ્દામાલ ₹1,59,500 કબજે કર્યો હતો.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે અજય સિંહ પોતાની ગાડીમાં મહિલાને સાથે રાખી જાહેર સ્થળોએ પેસેન્જર મહિલાઓને ગાડીમાં બેસાડી સાથેની મહિલા મારફતે પેસેન્જરને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી ઘરેણા તથા રોકડ લૂંટી લેવા જેવી ઘટનાઓને અંજામ આપવાના કેસમાં ગુનેગાર છે તેમજ મીઠાપુર, બાવળા અમદાવાદ, જામનગર, જામકંડોરણા સહિતના પોલીસ મથકોમાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...