દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીના પગલે મધ્યમવર્ગ અને નીમ્ન મધ્યમ વર્ગના લોકોનું જીવન દુષ્કર બની રહ્યું છે. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં જીવન ટકાવવું અને પરિવારને નિભાવવો અત્યંત કઠિન સાબીત થઇ રહ્યું છે. સન્માનના ભોગે કોઇ આગળ હાથ લાંબો ન કરી શકાય તેવી સ્થિતિ હોય ત્યારે માનવી પાસ મોતની સોડ તાણી લેવા સિવાય કોઇ જ રસ્તો બચતો નથી. ગોંડલમાં આવો જ એક બનાવ બન્યો હતો અને પંકચરની કેબીન ધરાવતા તેમજ રાતે પગીપણું કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મોભીને આર્થિક ભીંસ એવો આંટો લઇ ગઇ, કે તેણે મોતનો માર્ગ પસંદ કરી લીધો અને ટાઉનહોલના પટાંગણમાં ફાંસો ખાઇ લેતાં પરિવાર હતપ્રભ બની ગયો હતો.
શહેરમાં ભગવતપરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલ ચોકમાં પંચરની કેબીન તેમજ ટાઉનહોલ ખાતે રાત્રીના પગીપણું કરતા બકુલસિંહ દીપસિંહ ચુડાસમાઅે આર્થીક ભીંસના કારણે ટાઉનહોલના ગ્રાઉન્ડનાં છાપરા નીચે મોડી રાત્રે ગળા ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું. યુવાનનાં મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરિવારના આધારસ્તંભ સમા યુવાને અકાળે જીવન ટુંકાવી લેતા પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.