તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત ફળી:ગોંડલમાં ફી માફી માટેની રજૂઆતો શાળાના સંચાલકોએ સ્વીકારી ખરી

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે બાળકોએ વડીલો ગુમાવ્યા છે તેમને મળશે લાભ
  • બક્ષીપંચ મોરચાના પ્રમુખે કરેલી રજૂઆત ફળી

ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના કૉંગ્રેસ પ્રમુખ રુસભરાજ પરમારે ખાનગી શાળા સંચાલકોને મહામારીના સમયમાં ફી ન લેવાની રજૂઆતો કરી હતી અને અનેક ખાનગી શાળાએ આ રજૂઆતને સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે આ કોરોના કાળ માં લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે અને ધંધા રોજગાર બંધ સમાન છે ત્યારે લોકો ને આર્થિક બાબતે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ આ મહામારી માં અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે જેમણે પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે હવે તેમના માટે આગળ અભ્યાસ એક મોટી મુસીબત બની રહી છે. જે અન્વયે શહેરની જેમ તમામ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી કે આવા વિદ્યાર્થીઓ ને ફી ભરવામાં ૧૦૦% રાહત આપવામાં આવે જેથી તેમનો અભ્યાસ ન બગડે .

આ રજુઆતને અનેક સ્કૂલો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ જેમાં સહજાનંદ કોલેજ ,ગંગોત્રી સ્કૂલ, એશિયાટિક કોલેજ, તન્ના સ્કૂલ સહિત અનેક સ્કૂલ સંચાલકો દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર માતા પિતાના વિદ્યાર્થીઓની સો ટકા ફી માફ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેને લોકોએ પણ આવા નિર્ણય ને વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...