MLAએ માનવતા મહેકાવી:ગોંડલમાં શ્રમજીવી પરિવારના 6 વર્ષના બાળકના સારવારનો તમામ ખર્ચ આપી ધારાસભ્યે નવજીવન પ્રદાન કર્યું

ગોંડલ24 દિવસ પહેલા

ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના છ વર્ષનું બાળક બીમાર પડતા નાની મોટી સારવાર કરવી હતી, જે ઘરમાં બચતની રકમ હતી તે પણ પૂર્ણ થઇ અને બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું અને બાળક ની એક દિવસ વધારે તબિયત બગડી હતી. જેથી ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ ધારાસભ્યના પરિવારે આપીને માનવતા મહેકાવી હતી.

હોસ્પિટલનો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી
વિપરીત પરિસ્થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જાડેજા તથા નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા નો સંપર્ક કરવામાં આવતા બાળકને ગોંડલની રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દરમિયાન ડો.શાહ દ્વારા તમામ રિપોર્ટ સોનોગ્રાફી કરી નિદાન કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે આ બાળકને એપેન્ડિક્સ ની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયેલ છે તાત્કાલિક ૫ કલાકમાં ઓપરેશન કરવું પડે અને આ ઓપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં જ શક્ય છે તાત્કાલિક નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડેલ પરંતુ શ્રમિક પરિવાર પાસે સરકારનું આયુષ્યમાન કાર્ડ પણ હતું નહીં અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન તાત્કાલિક શક્ય પણ હતું નહીં આવી પરિસ્થિતિમાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા નો સંપર્ક કરી તમામ સત્ય હકીકત જણાવતા ધારાસભ્યનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી હતી

ધારાસભ્ય અને નગરપાલિકાના દંડકે પરિવાર ની મુલાકાતે આવી પોહચ્યા
ધારાસભ્ય એ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ને ભલામણ કરી અને એક છ વર્ષના નાનકડા ભૂલકાં રોનક નું સફળતાપૂર્વક ઓપરેશન પાર પડતાં બાળકના માતા પિતામાં હર્ષની લાગણી પ્રગટ થઈ સાથે રોનક પણ આવી આ બાળક ને હોસ્પિટલમાંથી રજા આપતા આપતા જ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના ખબર અંતર પૂછ્યા હતા. ધારાસભ્ય ગીતાબા જાડેજા અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રસર હોય છે આ પ્રસંગે પણ ગોંડલની પ્રજાને સાચા અર્થમાં ગીતાબાએ માતૃત્વના દર્શન કરાવ્યા હતા આ સત્કાર્યમાં રાજકોટ (વાવડી ) યુવા અગ્રણી કનકસિંહ જાડેજા તથા નગરપાલિકા એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર ગૌરવભાઈ દુધરેજીયા તથા રાજેશભાઈ લુણાગરીયા એ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...