ચોરી:ગોંડલમાં ઘરધણી પુત્રના રિસેપ્શનમાં ગયા, પાડોશીએ ઘરમાં ઘૂસી ચોરી કરી

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવવધુના સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 2.50 લાખની મતા લઇ ગયા

લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. જેમાં ભોજન સમારંભ અને રિસેપ્શન યોજાઈ રહ્યાં છે. ત્યારે ગુંદાળા શેરીમાં રહેતા વેપારી પરિવાર પુત્રના રિસેપ્શનમાં મેમણ જ્ઞાતિની વાડીએ જતા પાછળથી મોકલું મેદાન ભાળી ગયેલો પાડોશીએ ઘરમાં પ્રવેશી નવવધૂનાં સોના-ચાંદીનાં દાગીના રોકડ રકમ મળી કુલ રૂ અઢી લાખની મતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા શેરીમાં રહેતા અને દેવપરામાં મુન્ના ગારમેન્ટ નામે દુકાન ધરાવતા તોફીકભાઈ મજીદભાઇ શૈલી પુત્રના લગ્નના રિસેપ્શનમાં સહ પરિવાર સાથે મેમણ સમાજની વાડીએ જતા પાછળથી પાડોશમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદહુરોન ખાલીદભાઈ દયાળા, સૌબતેન શબ્બીર મીકાણી તથા યુમઅનીશ ડબ્બાવાળાઓએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી બારણું તોડી કબાટમાં રાખવામાં આવેલ ચાંદીના દાગીના આશરે કિં.રૂ.૧,૮૬,૦૦૦/- તથા રોકડ રૂપિયા આશરે ૩૦,૦૦૦/- મળી કુલ ૨,૫૬,૦૦૦/-ની ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.ક. ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘરની બાજુમા રહેતા દાઉદ યાકુબ દયાળા તથા મહંમદહુરોન ખાલીદભાઈ દયાળા તથા સૌબતેન શબ્બીર મીકાણી તથા યુમ અનીશભાઈ ડબ્બાવાલા વાળાઓ બેઠેલ હોય અને અમારા ઘરમા જે સમયગાળા દરમ્યાન ચોરી થયેલ તે દરમ્યાન ઉપરોકત ચારેય વ્યક્તિઓની હાજરી અમારા ઘરની નજીકમાં હોય, જેથી તેઓએ અમારા ઘરમાં ચોરી કરેલ હોવાની અમોને તેમના પર શંકા જતા સલીમભાઇ આરીફભાઇએ સમાજના આગેવાનોને આ અમારા ઘરે થયેલ ચોરીની વાત કરેલ.

જે અનુસંધાને ઉપરોક્ત ચારેય વ્યક્તિને સમાજના આગેવાનોની હાજરીમાં અમારા મહેમાનોને જ્યાં ઉતારો આપેલ હતો, ત્યાં બોલાવેલ હતા. ત્યા પુછપરછ તથા સમજાવટના અંતે આ દાઉદ યાકુબ દયાળા અને ત્રણેય વ્યક્તિઓ સાથે મળી અમારા ઘરના રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવાનું કબુલ કરેલ હતું અને બે દિવસમાં બધી વસ્તુઓ પાછી આપી દેવાનુ જણાવેલ હતુ પરંતુ આજદીન સુધી અવાર-નવાર તેઓને સમજાવવા છતા આ લોકોએ અમારા ઘરેથી ચોરી કરેલ વસ્તુ તથા રોકડ આપેલ નથી એટલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...