• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • In Gondal, The Body Of A Young Man Was Found In The Neighbor's House In A State Of Being Hanged, Suicide Or Someone Killed? Police Increased The Speed Of Investigation

માતા-પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો:ગોંડલમાં યુવાનની પાડોશીના ઘરે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી, આત્મહત્યા કે પછી કોઈએ કરી હત્યા? પોલીસે તપાસની સ્પીડ વધારી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઈલ તસવીર
  • યુવાનના ગળાના ભાગે મારના કાળા નિશાન મળી આવ્યા

ગોંડલના સ્ટેશન પ્લોટમાં ઉમવાળા જકાત નાકા પાસે રહેતા યુવાનનું નેપાળી પરિવારના ઘરે શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. યુવાનના ગળાના ભાગે કાળા નિશાન હોય જે મારના હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન નેપાળી પરિવારના ઘરે ક્યાં કારણોસર ગયો હતો? તેમજ તેનું મોત થવા પાછળનું કારણ શું? તે અંગે જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

મૃતક નેપાળી પરિવારના ઘરે કોઈ કામ સબબ ગયો હતો
​​​​​​​
પ્રાપ્ત વિગતો મુજબ ઉમવાડા જકાતનાકા પાસે રહેતો કોળી યુવાન સંદીપ ધનસુખભાઈ સોલંકી (ઉં.વ.30) ગઈકાલ રાત્રિના ઉમવાડા રોડ પર ભવનાથ સ્ટેશન રોડ પાસે રમેશભાઈ રૈયાણીના ડેલામાં રહેતા નેપાળી પરિવારના ઘરે કોઈ કામ સબબ ગયો હતો. દરમિયાન રાત્રીના તેનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. જે અંગેની જાણ નેપાળી પરિવારે યુવાનના પિતા ધનસુખભાઈને કરી હતી. જેથી ધનસુખભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા. બાદમાં બનાવવા અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોંડલ સીટી પોલીસના એએસઆઈ રીનાબેન માલવીયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.

ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે
​​​​​​​
મોતને ભેટનાર આ યુવાન અપરિણીત હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પ્રાથમિક તપાસમાં યુવાનના ગળા પર કાળા કલરના માર મારવાથી ઈજા થઈ હોય તેવા નિશાનો નજરે પડ્યા હતા. યુવાન ક્યાં કારણોસર રાત્રિના નેપાળી પરિવારના ઘરે ગયો હતો. તે અંગે પણ કોઈ સચોટ માહિતી મળી ન હોય અનેક બાબતો શંકાસ્પદ જણાતા પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. તેમજ જ્યાં આ ઘટના બની હતી તે નેપાળી પરિવારના પતિ-પત્નીને પોલીસે રાઉન્ડઅપ કરી તેની સઘન પૂછપરછ કરી હતી. દરમ્યાન ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...