આરોપીની ધપરપકડ:ગોંડલમાં છેતરપીંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ભુણાવા ચોકડી પરથી ઝડપાયો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સીટી પોલીસ મથકે આશીષ જીતેન્દ્ર ખખ્ખર (ઉ.વ.30) સામે આશરે એક વર્ષ પહેલાં આઇ.પી.સી. કલમ 406, 420, 120 બી મુજબનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં આરોપી નાસતો ફરતો હતો. જેને ગોંડલ તાલુકાની ભુણાવા ચોકડી પાસેથી એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ ડી.જી.બડવા, એ.એસ.આઇ મહેશભાઇ જાની, જયેન્દ્રસીંહ વાઘેલા, નરેન્દ્રસીંહ રાણા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસીંહ રાઠોડ તેમજ ઘનશ્યામસીંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે આરોપીને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...