રાજકોટ:ગોંડલ તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનાર 26 લોકો દંડાયા

ગોંડલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં કુલ અલગ-અલગ આઠ ફલાઈંગ સ્કવોડની રચના કરવામાં આવેલ છે. આ ફલાઇંગ ટીમ તા.28 મેનાં તાલુકાનાં અલગ-અલગ ગામોમાં રવાના કરવામાં આવેલ છે. જેમાં આ ટીમ દ્વારા ગોંડલ તાલુકાના ગામની ઓચિંતી મુલાકાત લેતા, ઘોઘાવદર, રીબડા, દાળીયા વાળાધરી, બંધીયા મોટા દડવા, સુલતાનપુર, દેરડી, જામવાડી, ચોરડી, નવાગામ, માંડણકુંડલા, રાવણા, વાસાવડ ગામોમાં જાહેરમાં માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 26 વ્યક્તિને રૂ.200 લેખે દંડ ફટકારી કુલ રકમ રૂ ૫૨૦૦/- ની દંડની રકમ વસુલ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોમ કવોરોન્ટાઈન હેઠળ રખાયેલા ગામો પૈકી દેરડી તથા માડણકુંડલા ગામમાં હાલ હોમ કવોરોન્ટાઈન હેઠળ રખાયેલા વ્યક્તિઓને ઘરની મુલાકાત લઇ કોરોના વાયરસ અંતર્ગત લેવાની થતી ખાસ કાળજી ના ભાગ રૂપે ઘરની બહાર ન નિકળવા / શોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું વિગેરે બાબત અંગેની સરકારના પ્રવર્તમાન નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ખાસ તકેદારી રાખવા અંગે સમજૂતી આપવામાં આવી હતી.

આટકોટમાં માસ્ક વગરના લોકોને દંડ કરાયો
આટકોટમાં માસ્ક વગરના લોકોને દંડ કરાયો હતો. આટકોટના પીએસઆઇ મેતા, ટીડીઓ બેલીમ, સરપંચ દેવશીભાઈ ખોખરીયા, તલાટી મંત્રી મહેશભાઇએ માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...