તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગોંડલમાં નવ શખ્સે નકલી સોનું ગીરવે મૂકી 22 લાખની લોન લીધી

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાનો જાડો વરખ ચડાવી 13 ગોલ્ડ લોન લઇ લીધી હતી

ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં નવ શખ્સોએ બનાવટી સોનુ ગીરવે મૂકી 13 ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. 22,60,363 રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અમરેલી માણેકપરા ભગવતી ચોકમાં રહેતા મેસર્સ મુથુટ ફિનકોપ કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષી એ ગોંડલ સિટી પોલીસમાં પ્રશાંત હરેશભાઈ વાજા રહે કુમકુમ રેસીડેન્સી ગોંડલ, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ રહે ફૂલવાડી શેરી ચોરડી દરવાજા પાસે ગોંડલ, ઇમરાન ફારૂકભાઇ સમા રહે ચોરણી દરવાજા પાસે ગોંડલ, મેરુંન દિનેશભાઈ ફાગલી રહે કુંભારવાડા ગોંડલ, ફિરોજ છોટુભાઈ સિપાહી રહે આવાસ ક્વોટર ગોંડલ, કરણ રમેશભાઈ તન્ના રહે ખોડીયાર નગર ગોંડલ, દેવેન સુરેશભાઈ રાજગુરુ મોટી બજાર દરબાર ચોક ગોંડલ, આશિષ જીતેન્દ્રભાઈ ખખર રહે પંચમુખી હનુમાન મંદિર સામે ગોંડલ, તેમજ ધર્મેશ મનસુખભાઈ મકવાણાએ ખોટા સોનાના દાગીનાઓ મૂકી કંપની પાસેથી રૂ. 22,60,362 ની લોન મેળવી છેતરપિંડી કરી હોય ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુએ ઓફિસે આવી નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું સોનુ ગીરવે મૂકીને લોન લીધાનું સ્વીકારી લોનની રકમ ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...