ગોંડલ સ્ટેશન પ્લોટ રહેણાક મકાનમાં એક શખ્સ પાસે વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આ આધારે LCB પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની 21 બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રહેણાંક મકાનમાં દરોડો પાડતાં વિદેશી દારૂ મળ્યો
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન પ્લોટ, જાગૃતી સ્કુલની સામેની ગલીમાં સુખપાલ ઉર્ફે સંજુ રવિદત્ત શર્માના રહેણાંક મકાનમાં LCB પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલની નંગ- 21 કિ.રૂ. 12 હજારથી વધુનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં LCB, રાજકોટ ગ્રામ્ય પોલીસ PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી. ગોહિલ, ડી.જી.બડવા, ASI મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલ ગુજરાતી, રૂપક બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, અમુ વિરડા તેમજ રજાક બીલખીયા સહિતનાઓ જોડાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.