હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગોંડલ શહેર પંથકમાં સતત બીજા દિવસે સાંજે ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. તાલુકાના રીબડા, ભુણાવા, હડમતાળા, ભોજપરા, વેજાગામ સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. વરસાદને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવા પામી હતી.
વરસાદને લઈને હોળીના આયોજકો મૂંજઝવણમાં મુકાયા
આજે હોલિકા દહન ઠેર ઠેર ચોકમાં હોલીકા પ્રગટાવવામાં આવે છે. શહેર અને તાલુકામાં હોળીના આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. વરસાદને લઈને હોળીને તાળપત્રીથી ઢાંકવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.