તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ગોંડલમાં માનસિક રોગથી કંટાળી યુવતીએ ટાંકીમાં ઝંપલાવ્યું, મોત

ગોંડલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બહેનની શોધમાં ભાઇ પોલીસ મથકે જ હતો અને બનાવની જાણ થઇ

ગોંડલ શહેરના ઉમવાડા રોડ પર વાલ્મિકી વાસમાં રહેતી અપરણીત યુવતીએ સાત ટાંકીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.ઘટના સ્થળે પહોંચેલી ફાયર ટીમે યુવતીનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.યુવતી માનસિક રોગથી પીડાતી હોય પગલું ભર્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ ઉમવાડા રોડ પર રહેતી ભાવનાબેન પોપટભાઈ ગોરી ઉ.વ. 40 ગત બપોરના ઘરેથી નિકળી ગયા બાદ આજે સવારે દશ કલાકે વોટરવર્કસનાં સમ્પ હાઉસની સાત ટાંકીમાં તેનો મૃતદેહ તરતો હોવાની જાણ ફાયર બ્રિગેડ ને કરાઇ હતી. મૃતક ભાવનાબેન અપરણીત હતાં અને વરસોથી માનસિક રોગથી પીડાતા હતા.તાજેતરમાં તેનાં હદયનાં વાલ્વનું ઓપરેશન કરાયું હતું.તેનાં પિતા નિવૃત જીવન ગાળે છે.જ્યારે માતાનું સાત વર્ષ પહેલાં મૃત્યુ થઇ ચૂકયું છે.મૃતક બે ભાઇઓ અને પિતાનાં પરીવાર સાથે રહેતી હતી. ભાવનાબેન ગત બપોરના ઘરે થી નિકળી ગયા હોય તેમનાં ભાઇ એ શોધખોળ બાદ પોલીસમાં જાણ કરી હતી.સવારે તેણીનો ભાઇ પોલીસ મથકે જ હતો અને ફાયર બ્રિગેડ દ્વારા સાત ટાંકીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યાંની જાણ કરાતાં યુવતીની ઓળખ તુરંત થઇ ગઇ હતી. બનાવ અંગે સીટી પોલીસનાં રાજભા ઝાલાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો