વોરકોટડા પાસે વિસર્જન:ગોંડલમાં ગણેશ વિસર્જનને લઈને તાલુકા સેવા સદન ખાતે મિટિંગ યોજાઈ, લોકોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા જણાવ્યું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવના પંડાલ ઉભા કરીને ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. અનેક નાના મોટા ગણેશ મહારાજની ઓફિસો, ઘરે, ફેકટરી, સોસાયટી સહિતના સ્થળો પર ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. 10 દિવસ સુધી અલગ અલગ થાળ અને શણગાર સાથે ગણેશ ઉત્સવો ઉજવે છે. ત્યારે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ક્યાં કરવું, કઈ રીતે વ્યવસ્થા ગોઠવવી તેને લઈને તાલુકા સેવા સદન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં ગોંડલ શહેર મામલતદાર કે.વી.નકુમના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જનની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જે મિટિંગમાં ગોંડલ શહેરના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. સંગાડા, ચીફ ઓફીસર એચ.જે વ્યાસ, ગોંડલ નગર પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રવિણભાઇ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, સર્કલ ઓફીસર વાય.ડી.ગોહિલ તથા ગણેશ ઉત્સવના આયોજકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. મિટિંગ દરમિયાન ગોંડલ શહેરના વિવિધ સોસાયટીમાં, ઓફિસો, ઘરે ઘરે સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની નાની કે મોટી તમામ મૂર્તિનું તા.૦૯/૦૯/૨૦૨૨ ને શુક્રવારના સવારથી સાંજ સુધી ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામ પાસે આવેલ પાણીની ધાબીમાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગોંડલ શહેરમાં તમામ નાના મોટા ગણપતિનું વિસર્જન વોરા કોટડાની ધાબી પાસે કરવાનું રહેશે. વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિ સાથે ૪ થી ૫ વ્યક્તિઓએ જ હાજર રહેવું અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવી રખવા આહવાન કર્યુ હતુ.

વિસર્જન સમયે મામલતદાર કે.વી.નકુમ, સર્કલ ઓફીસર વાય. ડી.ગોહિલ, ચીફ ઓફિસર એચ.જે.વ્યાસ, પી.આઈ. એમ.આર.સંગાડા, તાલુકા PSI ડી.પી.ઝાલા, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, ગોંડલ નગરપાલિકાના ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ, અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડેપગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...