13 વર્ષીય સગીરાનું અપહરણ:ગોંડલમાં એક શખ્સે શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ કર્યું; લગ્નની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામની સીમમાં ખેતીવાડીમાં કામ કરતા ખેત મજૂરની 13 વર્ષીય સગીરાનું ઊંધા ટીબી વિસ્તારમાં રહેતો શૈલેષ નામનો શખ્સ લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. તાલુકા પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શખ્સ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ દરેડી કુંભાજીના બાલાભાઇ ખાત્રાની જમીન ભાગમાં રાખેલી છે. જેમા ખેતીકામ કરે છે. ગઇ તા.08/12/2022ના રોજ 13 વર્ષની નાની દીકરી ખાંડ લેવા માટે નીકળેલી જે બાદ ગુમ થઈ જતા તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે દેરડી કુંભાજી ગામે ઉંધા ટીબી વિસ્તારમા શૈલેષ છગન મકવાણા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હોય જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...