ગોંડલ શહેરમાં બીએપીએસ બાળ - બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનની પૂર્ણાહુતિએ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે ગોંડલના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાઈ હતી. શહેરોમાં યોજાયેલ અભિયાન ગોંડલ શહેરમાં પણ યોજાયું હતું જેમાં કુલ ૩૭૫ બાળકો અને ૪૦૦ બાલિકાઓએ કુલ ૭૬,૫૦૦ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
જેમાંથી ૪૭,૪૩૦ વ્યક્તિઓ વ્યસન મુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન માટે નિયમબધ્ધ થયા હતા.ગોંડલમાં પણ અક્ષર મંદિર ખાતેથી પ્રસ્થાન થયેલી રેલીમાં પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટ્સ, વિવિધ વેશભૂષામાં સજ્જ બાળક અને બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર ગોંડલવાસીઓને અનેરી પ્રેરણા આપી. આ રેલીમાં સિગારેટ ની જેલ, પ્રમુખ સ્વામી મહારાજ રથ, સાઈકલવાળા બાળકો, સાફાધારી બાળકો અને બાલિકાઓ, દારૂની બોટલ ની ફાંસી રેલીમાં મુખ્ય આકર્ષણો રહ્યા હતા.
અક્ષર મંદિર ખાતેથી શરૂ થયેલ રેલી કોલેજ ચોક, મંડવીચોક, મોટીબજાર, જેલચોક, ભુવનેશ્વરી મંદિર રોડ, સ્ટેશનપ્લોટ, કપુરીયા ચોક થઈ અક્ષર મંદિર ખાતે વિરામ પામી હતી. વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બી.એ.પી.એસ. સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’ યોજાયું.
દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરોઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા. ૧.પાણી બચાવો. ૨.વીજળી બચાવો. ૩.વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત ૧૫ દિવસ ચાલેલા આ અભિયાનના પરિણામે ૧૦ લાખ લોકો પાણી - વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથોસાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.