તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલના ઉગમ સર્કલ ફૂલવાડી ચોકમાં આવેલા ક્લિનિકમાં મહિલા તબીબનો તોડ કરવા પહોંચેલા બોગસ પત્રકારો રંગેહાથ ઝડપાઇ જતા સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ત્રણે શખ્સ ધોરણ 10 પણ પાસ નથી અને તબીબોને શિકાર બનાવતા હતા. તેમણે આપેલી કબુલાતમાં એમ પણ ખુલ્યું હતું કે અગાઉ આ ત્રિપુટીએ રાજકોટના તબીબને પણ શિશામાં ઉતાર્યા હતા અને દોઢ લાખનો તોડ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેની ફૂલવાડી ચોકમાં આવેલ આસ્થા ક્લિનિકના તબીબ રિદ્ધિબેન અર્પિતભાઈ રાદડિયા ઉ.વ. 26 એ ક્રાઈમ પડકાર ન્યુઝના પત્રકાર પિયુષ કાંતિભાઈ રાઠોડ રહે શાપર, સતોપદેશ ન્યુઝના સૂફીયાન મહેબૂબભાઈ સવાણ રહે મોટી બજાર ગોંડલ અને અસલમ સલીમભાઈ શાહ રહે ભગવતપરા વિરુદ્ધ બળજબરી પૂર્વક નાણાં પડાવવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 384, 452, 506 તેમજ 114 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બોગસ પત્રકારો દ્વારા તોડ કરવાના ઇરાદાની ઘટના અંગે તપાસનીશ પીએસઆઇ ડી પી ઝાલા એ જણાવ્યું હતું કે ઉપરોક્ત આરોપીઓ મહિલા તબીબ પાસે તોડ કરવાના ઇરાદે પહોંચ્યા હતા. મહિલા તબીબ કંઈ સમજે તે પહેલાં જ આ ક્લિનિક બોગસ છે, તબીબ પાસે કોઈ ડિગ્રી નથી તેવું કહી બોગસ પત્રકારોએ કેમેરા - માઇક કાઢી શુટિંગ શરૂ કરી મહિલાને મૂંઝવણ માં મૂકી દઈ રૂ. 25000 ની માંગ કરી હતી. દરમ્યાન મહિલા તબીબે પોલીસને જાણ કરતા પ્રથમ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ આર ગોહિલ, સીટી પીઆઇ એસએમ જાડેજા ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બોગસ પત્રકારોને પોલીસને લઈ મથકે લઈ જઈ પુછપરછ હાથ ધરી હતી.
ઉપરોક્ત બોગસ પત્રકારો ધોરણ 10 નાપાસ છે અને ત્રણે પાસેના આઇડેન્ટિ કાર્ડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા હોય પોલીસે કબ્જે લઈ તપાસ હાથ ધરી છે આ તકે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત તોડ ગેંગ આ પહેલા રાજકોટ ના એક તબીબ નો રૂ. દોઢ લાખનો તોડ કરી ચુકી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ બોગસ પત્રકારોએ અનેક જગ્યા એ પત્રકાર તરીકે ધમકીઓ આપી તોડ કર્યા છે પીએસઆઇ ડી પી ઝાલા એ જણાવ્યું હતું કે, આ તોડબાજ ગેંગમાં વધુ શખ્સો સામેલ હોવાની શક્યતા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.