તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવકાર્ય:ઘોઘાવદર ગામમાં બાર્નઆઉલના 7 બચ્ચાને બચાવી વન વિભાગને સોંપ્યા

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રક્ષિત પક્ષીને વનવિભાગને સુરક્ષિત સોંપાયા - Divya Bhaskar
રક્ષિત પક્ષીને વનવિભાગને સુરક્ષિત સોંપાયા
 • બાર્નઆઉલ (ઘુવડ) પક્ષીને કાયદાકીય રીતે સુરક્ષિત જાહેર કર્યા હોય તેમજ ઘુવડ પ્રજાતિના પક્ષીને કાયદાથી રક્ષિત જાહેર કર્યા હોય તેને રાખવા, પકડવા ગુનો બને છે

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડી માલીક દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાનીની સતર્કતાથી પ્રકૃતિનું રૂપાળું સર્જન એવું રેવીદેવી ઘુવડ કે જેને અંગ્રેજીમાં બાર્નઆઉલ કહેવામાં આવેછે તેના સાત સાત બચ્ચા તેની માં વિના પરેશાન થતા હતા.તેની ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને ટેલિફોનિક જાણ કરતા તુરતજ દિલીપભાઈ ભંડેરીની વાડીએ પહોંચી જઇ આ બાર્નઆઉલ એટલે કે રેવીદેવી ઘુવડના તમામ સાત બચ્ચાને રેસ્ક્યુ કરી ગોંડલ વન વિભાગ કચેરીને સુપરત કરવામાં આવેલ હતા.

વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ અન્વયે આ બાર્નઆઉલ ઘુવડ પક્ષી કાયદાકીય રીતે સુરક્ષિત જાહેર કરવામાં આવેલ હોય તેમજ તમામ ઘુવડ પ્રજાતિના પક્ષીઓને કાયદાથી રક્ષિત જાહેર કરેલ હોય તેને રાખવા, પકડવા કે કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવી ગુનો બને છે. ઘોઘાવદરના દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાનીની સમયસૂચકતા અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેની ત્વરિત સેવાથી આ સાત બચ્ચાની જિંદગી બચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો