સબજેલ કોરોનામુક્ત:એક જ માસમાં 24 કેદી કોરોના પોઝિટિવ આવતાં જેલ સ્ટાફમાં સળવળાટ, ક્વોરન્ટાઇન બેરેકની વ્યવસ્થા ઊભી કરાઇ , હોટસ્પોટ બનેલી ગોંડલ સબજેલ કોરોનામુક્ત

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સબ જેલની અંદર છેલ્લા એક માસ દરમ્યાન કેદીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ થતાં એક પછી એક ૨૪(ચોવીસ) કાચા કેદીઓના કોરોના રિપોર્ટ “પોઝીટીવ” આવતાં જેલ સ્ટાફ તથા કેદીઓમાં ખળભળાટ મચી જવા પામેલ હતો. ૧૪મી જુલાઇના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ કાચા કેદીનો કોરોના રીપોર્ટ “પોઝીટીવ” આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો પગપેસારો થયો હતો. ૩૦મી જુલાઇએ ગોંડલ ખાતે વિઝિટમાં આવેલ જિલ્લા કલેકટરએ ગોંડલ સબ જેલની કોરોના પરિસ્થિતિને ગંભીરતાથી લઇ હેલ્થ વિભાગની ટીમને જેલની અંદર તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રિનીંગ કરવા સુચના આપેલ અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેદીઓ તથા જેલ સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપેલ હતી.

જે અન્વયે તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ તથા વિજયનગર અર્બન હેલ્થ સેન્ટરના ડો.દિવ્યા, ડો.રીંકુ સખીયા, ડો.રવિ વઘાસીયા તથા હેલ્થની ટીમે જેલમાં કેમ્પ કરી કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રિનીંગ કર્યું હતું અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪૬ કેદી તથા ૫ જેલ સ્ટાફ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાતાં કોરોનાનો આંકડો 24 સુધી પહોંચી ગયો હતો.

બાદમાં કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે દરરોજ નિયમિતપણે વિટામીન-સી ટેબ્લેટ, સંશમની વટી ટેબ્લેટ તથા હોમિયોપેથી દવા, સૂંઠ,ઘી,ગોળની ગોળીઓ, સૂંઠ પાવડર તથા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેલમાં નિયમિત સેનિટાઇઝેશન
જેલની અંદર દરરોજ નિયમિતપણે હાઇપોકલોરાઇડ સોલ્યુશનનો છંટકાવ કરી સેનેટાઇઝ કામીગીરી કરવામાં આવી તેમજ ગોંડલ નગરપાલિકા દ્વારા પણ જેલની અંદર સમયાંતરે સેનેટાઇઝ કામગીરી, ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ તથા ફોગીંગ કરવામાં સહયોગ આપવામાં આવ્યો હતો.

આઇસોલેશન બેરેક બનાવાઇ
બેરેકમાં ભીડ ઓછી થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે તાત્કાલિક અસરથી નવા સંડાસ-બાથરૂમ બનાવવામાં આવી કોરોન્ટાઇન બેરેક તથા આઇસોલેશન બેરેકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...