પોલીસ બેડામાં ખળબળાટ:ગોંડલ સીટી પોલીસના 4 કોન્સ્ટેબલની તાત્કાલિક ધોરણે બદલી; બદલીના કારણ હજી અકબંધ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ દ્વારા ગોંડલ શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફના જયદીપસિંહ ખુમાનસિંહ ચૌહાણ, શક્તિસિંહ પ્રહલાદસિંહ જાડેજા, અમરદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ભરતસિંહ ગોહિલની રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી. ક્યાં કારણોસર બદલી કરવામાં આવી તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અચાનક જ બદલીનો હુકમ આવતા અનેક પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા.

સૌ પ્રથમ એક સાથે 3 કોન્સ્ટેબલની બદલી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી. ત્યારબાદ આશરે 3 કલાકના સમય બાદ ફરી એક કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટર ખાતે બદલી આવતા શહેર પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠ્યા. ક્યાં કારણોસર બદલી થયાનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ક્યાં કારણોસર બદલી થઈ તેને લઈને શહેરીજનોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...