ફરિયાદ:ગોંડલના ગુંદાળા પાસે યુવાનને માર મારી ત્રણ હજારની લૂંટ

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસે જ રહેતા બે શખ્સે પૈસાની માગણી કરી હતી
  • યુવકે ઇનકાર કરતાં જ બન્નેએ ઠમઠોરી નાખ્યાની ફરિયાદ

ગોંડલ તાલુકાના ગુંદાળા ચોકડી નજીક શુક્રવારે સાંજે યુવાનને બે શખ્સએ પાઈપ વડે માર મારી રૂા.3000ની રોકડની લૂંટ ચલાવી હતી. જ્યારે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોવાની ખૂબી એ હતી કે આ યુવકના ઘર પાસે જ રહેતા બે યુવાને પૈસાની માગણી કરી હતી અને યુવકે પૈસા આપવાની ના પાડતાં બન્ને ઉશ્કેરાયા હતા અને યુવાનને ઠમઠોરી નાખી, તેના પર હુમલો કરી તેની પાસે રહેલા રૂ. ત્રણ હજારની લૂંટ ચલાવીને બેધડક નાસી ગયા હતા જ્યારે બીજી તરફ યુવકને સારવાર માટે ખસેડવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુ રૂપા મેઘવાળ (ઉ.વ.30) નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ દેવીપૂજક અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પોલીસમાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે કાળુ ગુંદાળા ચોકડી સીએનજી પંપ પાસે ઉભો હતો.

ત્યારે ઘર પાસે જ રહેતા રવિ દેવીપૂજકે તેની પાસે પૈસાની માંગણી કરતાં પૈસા આપવાની ના પાડતા બન્ને શખ્સએ ઉશ્કેરાઈ જઈ પાઈપ વડે માર મારી ખીસ્સામાંથી રૂા.3000ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં.ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગોંડલ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...