તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘તું જાડી અને કાળી છો’ કહી પતિએ પત્નીને ઢીબી નાખી, હડમતાળામાં રહેતી પરિણીતાની ફરિયાદ

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસ મથકોમાં પતિ-પત્ની વચ્ચેના કંકાસના, ઝઘડાના શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ અંગેના અનેક કેસો નોંધાતા હોય છે પરંતુ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હડમતાળા ગામના શખ્સે તેની પત્નીને તું જાડી છો, તું કાળી છો એમ કહીને મૂઢ માર મારી ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દંંપતીનો કજિયો પોલીસ મથકે પહોંચતા પોલીસે દરમિયાન ગીરી કરવી પડી હતી.

તાલુકાના હડમતાળા ગામે રહેતા સંગીતાબેન ઉર્ફે કાળીબેન વિજયભાઈ દેવશીભાઇ સિંગલ (ઉંમર વર્ષ 27 )એ પોતાના પતિ વિજય સામે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિજય છેલ્લા કેટલાક સમયથી કહેવા લાગ્યો હતો કે, તું મને ગમતી નથી અને તું કાળી અને બહુ જાડી થઈ ગઈ છો ,જેથી સંગીતાબેને એવો જવાબ આપ્યો હતો કે હું જેવી છું તેવી છું તેમ કહેતા વિજય ઉશ્કેરાઈ ગયો હતો અને મુંઢ માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર કાઢી મૂકતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 498 ક, 323 504 506 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો