અનોખી વફાદારી:ગોંડલના રૂપાવટી ગામના અશ્વ પ્રેમીએ વછેરીનું નિધન થતાં પોતાના ખેતરમાં જ દફનવિધિ કરી

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 માસ પહેલાં જ જન્મેલી શાંગીએ આકસ્મિક વિદાય લેતાં પરિવારમાં સભ્ય ગુમાવ્યાનો શોક

મૂક પશુઓની વફાદારી અને પ્રેમની તવારિખ ઇતિહાસના પાને અનેકવાર કંડારાયેલી છે, ત્યારે ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે અશ્વ પ્રેમી પરિવારને ત્યાં તાજેતરમાં ત્રણ માસ પહેલા જન્મેલી વછેરી નું નિધન થતા અશ્વ પ્રેમીએ ખેતરમાં જ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે તેની દફનવિધિ કરી હતી. ગામના પૂર્વ સરપંચને ઘોડા પ્રત્યે અનોખો લગાવ છે અને વર્ષોથી તેઓ ઘોડાને સાચવે, ઉછેરે છે. તેમના પરિવારમાં ઘોડા અને મૂક પશુઓનું પહેલેથી જ સ્થાન રહ્યું છે તેવામાં આ વછેરીએ નાની ઉંમરમાં અાકસ્મિક વિદાય લઇ લેતાં પરિવારના એક માનવ સભ્ય ગુમાવ્યા જેટલો આઘાત લાગ્યો છે.

શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, મહારાણી લક્ષ્મીબાઈ સહિત અનેક રાજા મહારાજાઓ, મહારાણી ઓ અને તેમના વફાદાર અશ્વોની વાર્તાઓ ઇતિહાસના પાને અનેકવાર કંડારાયેલી છે. જો કે વર્તમાન સમયમાં અશ્વ કે અન્ય પાલતુ પશુઓનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે ત્યારે ગોંડલ તાલુકાના રૂપાવટી ગામના પૂર્વ સરપંચ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રાયજાદા રૂપાવટી વાળા પણ અશ્વ પ્રત્યે ચાહના ધરાવતા હોય પોતાના ઘરે 15 વર્ષથી અશ્વો રાખી રહ્યા છે અને હાલમાં જ માદા અશ્વએ 3 મહિના પહેલા એક વછેરીને જન્મ આપ્યો હતો પણ અચાનક તેનું આકસ્મિક મૃત્યુ થતા તેમના મિત્ર જૂનાગઢ પાસે આવેલા વડાલ ગામે ખેતરમાં વછેરીની દફન વિધિ કરવામાં આવી હતી.

આ વછેરી નું નામ “શાંગી” રાખવામાં આવ્યું હતું. “શાંગી”ની દફનવિધિ દરમિયાન અશ્વ પ્રેમીની આંખોમાં અશ્રુધારાઓ વહેવા લાગી હતી અને કહેવા લાગ્યા હતા કે આજે અમારા પરિવારના હસતા ખેલતા નાના બાળકે અચાનક વિદાય લઇ લીધી હોય દેવા દુઃખની અનુભૂતિ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...