તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગ:ગોંડલમાં બહારથી આવેલા 2500થી લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ આરોગ્ય વિભાગની ટીમે બહાર આવેલા લોકોની તપાસ બાદ ક્વોરન્ટાઇન કર્યા

કોરોનાના કહેર અને લોકડાઉન 1,2 અને 3 પાર્ટમાં દરમિયાન શહેરથી બહાર ગયેલા અથવા દેશ વિદેશમાં વસતા લોકો પોતાના વતન આવી રહ્યા હોય જેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગોંડલ આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોને તપાસી આરોગ્યની ટીમના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જી.પી.ગોયલ, અર્બન હેલ્થ ઓફિસર ડો. દિવ્યા પદમાણી, ડો. દેવાંગી તેમજ 150 તબીબી ટીમ દ્વારા તપાસી જરૂરી લોકોને હોસ્પિટલ ખસેડી અને બાકીના લોકોને હોમ કોરન્ટાઇન કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન એસઆરપી જવાન, અક્ષરધામ સોસાયટીનું વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ગોયલે જણાવ્યું હતું કે બહાર થી આવતા લોકો આપણા પરિવારના સદસ્યો જ છે આવનાર તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સ જરૂરથી જાળવો, આડોસ પડોસ ના લોકો દ્વારા તંત્રને માહિતી આપવામાં આવી રહી છે સાથે જ કન્ટ્રોલ રૂમ 220093 તેમજ 220008 ઉપર જાણ આપવા અનુરોધ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો