ગોંડલના ઉમવાળા રોડ પર તાજેતરમાં સગીર યુવતી પર સામુહિક દુષ્કર્મ થયાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી દુષ્કર્મ ગુજરનારા નરાધમોને ફાંસીની સજાની માંગ કરાઇ છે .વધુમાં આ જઘન્ય ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રીએ ગંભીરતા દાખવી નહીં હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવાયું હતું કે બુધવારના તેના પ્રેમી સાથે જતી સગીર યુવતી પર ત્રણ નરાધમએ તેના પ્રેમીની નજર સામે જ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આ ઘટના દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી જાય છે.
આવી જઘન્ય ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી અકળ મૌન ધારણ કરી બેઠા રહે તે દુઃખદ વાત છે. આ બનાવ અંગે વહેલા અને કડક ચાર્જશીટ ફાઇલ કરી આરોપીઓને ફાંસીની સજાની માંગ કોંગ્રેસના આગેવાનોએ દોહરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.