71 વર્ષથી હોલીકા દહન:ગોંડલ દેવપરા ગૃપ દ્વારા આવતીકાલે હોલિકા દહનનું આયોજન; ગોલ્ડન ગૃપ દ્વારા હોલી કે રસીયાનું આયોજન કરાયું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહન. શાસ્ત્રોમાં હોલિકા દહનનું ખુબજ મહત્ત્વ દર્શાવ્યું છે. ત્યારે ઠેર ઠેર ચોકમાં હોલિકા પ્રગટાવવામાં આવે છે. ત્યારે ગોંડલ શહેરની સૌથી મોટી ગણાતી શહેરના તાલુકા શાળાના મેદાનમાં છેલ્લા 71 વર્ષથી દેવપરા ગૃપ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.

25,000 જેટલા છાણાનો ઉપયોગ
દેવપરા ગૃપના જયસુખભાઈ વઘાસિયા, જયદીપસિંહ જાડેજા, મિલનભાઈ ભોજાણી, નિરલભાઈ સાટોડીયા, મહેશભાઈ વાઠેર (કે.ટી.સી ગૃપ), ભરતભાઈ ભાદાણી, ચંદુભાઈ ગજેરા, ધર્મેશભાઈ વેકરીયા, રોહિત ચુડાસમા સહિતના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં 25,000 જેટલા છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી મોટી ગણાતી આ હોલિકાદહનના દર્શનાર્થે ગોંડલ શહેર અને તાલુકાના દરેક સમાજના લોકો અહીં આવે છે અને શ્રીફળ અને ઘૂઘરીનો પ્રસાદ આપવામાં આવે છે. હોલિકા દહનને ગણતરીના કલાકો બાકી હોઈ આજે આખરી ઓપ આપી રહ્યા છે.

આવતી કાલે ગોલ્ડન ગૃપ દ્વારા આયોજન
ગોંડલ ભોજરાજપરા 24/13 ખાતે ગોલ્ડન ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના દિવસે હોલિકા દહન તેમજ હોલી કે રસિયા-ફુલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને દર્શન કરવા ગોલ્ડન ગૃપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...