તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી વધવાની આશા:હોળી-ધુળેટીએ ગોંડલની બજારમાં ખજૂરની ધૂમ આવક

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તહેવારોને અનુલક્ષીને વધુ ખરીદી નીકળશે તેવી આશામાં વેપારીઓએ વિવિધ પ્રકારના ખજૂરનો ભરપૂર સ્ટોક કરી લીધો છે. - Divya Bhaskar
તહેવારોને અનુલક્ષીને વધુ ખરીદી નીકળશે તેવી આશામાં વેપારીઓએ વિવિધ પ્રકારના ખજૂરનો ભરપૂર સ્ટોક કરી લીધો છે.
 • ગત વર્ષથી ભાવ અડધા, ખરીદી વધવાની આશા
 • દુબઇના બદલે હવે ભારત પણ મોટું માર્કેટ

ભારતીય સંસ્કૃતિ મુજબ હોળી-ધૂળેટી પર્વે બહેનો દીકરીઓ ને હાયડા રૂપે ખજૂર આપવામાં આવતો હોય છે ગોંડલમાં છેલ્લા ચાર પેઢીથી ખજૂર નો વ્યવસાય કરતા ગૌ સેવક જયકરભાઈ જીવરાજાની એ જણાવ્યું હતું કે હાલ જાયદી ખજૂર ની આવક અને જાવક બંને પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે અલબત્ત ગત વર્ષ કરતા ખજૂર ના ભાવ અડધા છે ગયા વર્ષે જાયદી ખજૂર નો ભાવ 120 રૂપિયા જેવો હતો.

આ વર્ષે 60 થી 70 રૂપિયા જેવો છે જાયદી ખજૂર ઉપરાંત હાલ રાજકોટ અને ગોંડલ ની માર્કેટમાં મસ્કતી, ઈરાની, ઈરાકઈ, કબ કબ, કીમિયા, અજવા જેવી વિગેરે જાતના ખજુરો ઈરાન, ઈરાક અને અફઘાન વિસ્તારમાંથી આવી રહ્યા છે ખજૂર શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હિમોગ્લોબીન ભરપૂર આપે છે લોહીની ઉણપ માં ફાયદાકારક રહે છે ખજૂરમાં આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે અને તબીબો પણ તેને ખાવાની સલાહ આપે છે.

ભારત અને અરબ કન્ટ્રી માં મંદીનો માહોલ હોય અને એ ઉપરાંત આયાત ડ્યૂટીમાં પણ ફેરફાર થયો હોય ભાવ ૫૦ ટકા જેવા થયા છે પહેલા દુબઈ સહિતના કન્ટ્રીમાં થઈ ખજૂર આવતો હતો હવે સીધો જ ભારત આવતો હોય તેથી માર્કેટમાં પણ ઝડપી અને સસ્તો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો