અકસ્માત:ઘોઘાવદર પાસે હિટ એન્ડ રન, કારચાલકે ફંગોળતા યુવકનું મોત

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતરાઇ ભાઇને બાઇક આપવા જતી વખતે નડી દુર્ઘટના
  • કાનપરમાં ઘરે આંટો મારી સુરત પરત જતી વખતે યુવકને કાળ ભેટ્યો

જસદણના કાનપુર ગામનો વતની અને હાલ સુરત રહેતો યુવાન વતનમાં આંટો મારી પરત જઈ રહ્યો હતો ત્યારે ગોંડલમાં પિતરાઈ ભાઈને બાઈક આપવા જતી વખતે ગોંડલ નજીક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજયુ હતું. જો કે અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.

જસદણના કાનપર ગામના વતની અને હાલ સુરત રહેતા મોહિતપરી રમેશપરી ગોસાઈ બપોરે બાઈક લઈ ગોંડલ નજીક ઘોઘાવદર રોડ પર જઈ રહ્યો હતો ત્યારે GJ03LR4674 કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કર્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક મોહિતપરી ગોસાઈ વતનમાં આંટો મારવા આવ્યો હતો અને પરત સુરત જઈ રહ્યો હતો ત્યારે ગોંડલ નોકરી કરતાં પિતરાઈ ભાઈને બાઈક આપીને ત્યાંથી સુરત જવાનું હોવાથી તે પિતરાઈ ભાઈને બાઈક આપવા જઈ રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...