રજૂઆત:ગોંડલ આસપાસના ગામોમાં પાકને ભારે નુકસાન, સહાય માટે માગણી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેજાગામના લોકોની સાંસદ સહિતોને લેખિત રજૂઆત

ગોંડલમાં કમૌસમી વરસાદ ને લઈને વેજાગામ સહિત આસપાસના ગામોમાં પાકને વ્યાપક નુકશાન થતાં ગામલોકોએ સાંસદ, ધારાસભ્ય સહિતોને સહાય માટે લેખિત રજૂઆત કરી હતી. તાલુકાના વેજાગામ, બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા, સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

ગોંડલ તાલુકાના વેજાગામે ગામે પણ વાતાવરણમાં પલટો આવતા એક થી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકો પર પાણી ફરી વળ્યું હતું. વેજાગામના અરવિંદભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે મુખ્ય રવિ પાક ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, એરંડા, મરચા સહિત ના પાકો માં 90% જેવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અને સરકાર પાસે વહેલી માં વહેલી તકે સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ સરપંચના પ્રતિનિધિ જીતુભાઇ ભાલાળાએ સાંસદ, ડે. કલેકટર, ધારાસભ્યને રજૂઆત કરી જણાવ્યું હતું કે વેજાગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગામના ખેડૂતોને પાકમાં નુકશાન થયું છે. આથી વહેલી તકે સર્વે કરી સહાય આપે એવું ખેડૂતોની માંગ રહી હતી.

ઘઉંનો પાક જમીનદોસ્ત
વેજાગામના ખેડૂત સતીષભાઈ અઘેરા જણાવ્યું હતું કે તેઓએ 7 વિઘામાં ઘઉંનું વાવેતર કરેલું હતું. છેલ્લા 2 દિવસ થી સતત પડી રહેલા વરસાદ ને લઈને 7 વિઘા માં ઉગાડેલ ઘઉં જમીનદોસ થવા પામ્યો હતો. ઉપરાંત અન્ય ખેડૂતોને પાકનું નુકસાન થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...